અમદાવાદ‌‌‌ : વાલીઓ સાયકલ લઈને પોંહચ્યા સ્કૂલ પર, જુઓ શું છે સમગ્ર મામલો

Update: 2020-06-30 11:17 GMT

રાજ્યભરમાં 3 મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ત્યારે ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અમદાવાદના નિકોલમાં વાલીઓ સાયકલ લઈને સ્કૂલ પર પોંહચી વિરોધ કરવામાં આવ્યો.

કોરોના મહામારીના કારણે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે રોજગાર-ધંધા ઠપ્પ થયા હતા અને શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી શાળાઓ દ્વારા એક સત્રની ફી માફ કરવામાં આવે તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં 3 મહિનાની ફી માફ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા અમદાવાદના નિકોલમાં દેખાવો કરવામાં આવી રહ્યાં છે, જેમાં મંડળના પ્રમુખ જયેશ પટેલ સહિત 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.

Similar News