અમદાવાદ : મહિલાઓ તથા યુવતીઓની સુરક્ષા માટે પોલીસ સજજ, જુઓ કેવી છે તૈયારી

Update: 2020-12-18 13:11 GMT

31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે તેમ અમદાવાદ પોલીસ રાત્રી કર્ફ્યુનો અમલ કરાવવા સક્રિય બની છે. ત્યારે શહેરની યુવતીઓ અને મહિલાઓ માટે શહેર મહિલા પોલીસની વિશેષ ટીમો પણ સજ્જ થઈ રહી છે. કોઈ પણ આવારા તત્વો કે રોમિયો જો યુવીઓની પજવણી કરશે અથવા તો હેરાન ગતિ કરશે તો તેની ખેર નથી.


અમદાવાદમાં યુવતીઓની કોઈપણ પ્રકારે ઝડપી કે રોમિયોગીરી કરતાં તત્વો પર શહેરની મહિલા પોલીસની બાજ નજર રહેશે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં વોચ રાખશે અને રોમિયોગીરી કરતા શખ્સો સામે કડક પગલાં લેશે. શહેરમાં રાત્રી કર્ફ્યુ ને પગલે ૩૧મી ડિસેમ્બરની મોડી રાત સુધી ની ઉજવણી ન થવાથી પોલીસની કામગીરી ઘટી જશે પરંતુ અમદાવાદની આસપાસના ફાર્મ હાઉસ તેમજ ક્લબ અને પાર્ટી પ્લોટ પર પોલીસની બાજનજર રહેશે જેથી કરીને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Tags:    

Similar News