અમદાવાદ : રૂ. 8 લાખની લાંચ લેતા સોલા સિવિલના RMO-તબીબ ઝડપાયા, રૂ. 1.18 કરોડનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ

Update: 2020-10-30 10:30 GMT

અમદાવાદ શહેરમાં સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડના દર્દીઓને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રક્ટરનું રૂપિયા 1.18 કરોડનું બિલ પાસ કરવા બાબતે હોસ્પિટલના મેડિકલ ઓફિસરોએ રૂપિયા 8 લાખની લાંચ માંગી હતી. જેમાં એસીબીની ટ્રેપથી સિવિલ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે.

કોવિડ દર્દીઓને ચા, પાણી અને જમવાનું પૂરું પાડતા કોન્ટ્રકટરનું રૂપિયા 1.18 કરોડનું બિલ પાસ કરવા બાબતે સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરો દ્વારા રૂ. 8 લાખની લાંચ માંગવામા આવી હતી. જોકે લાંચની રકમ સ્વીકારતા સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ આરએમઓને એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓએ શરૂમાં બિલની રકમના 30 ટકા લાંચ પેટે માંગી હતી.

તે પછી રકઝક થયા બાદ 16 ટકા લાંચની રકમ નક્કી થઈ હતી. જે પેટે બન્ને આરોપીઓએ રૂપિયા 10 લાખની રકમ લીધી હતી. જેમાં બાકીના 6 લાખ રૂપિયા તેમજ કોન્ટ્રાક્ટરના ભાઈની કેન્ટીનનું ટેન્ડર પાસ કરવા માટે બીજા 2 લાખ રૂપિયા મળી કુલ 8 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જોકે એસીબીની ટ્રેપથી સિવિલ હોસ્પિટલના સ્ટાફકર્મીઓમાં હડકંપ મચી જવા પામી છે.

Tags:    

Similar News