અમદાવાદ: પોલીસનો સપાટો/માત્ર 6 કલાકમાં કરફ્યુ ભંગના 213 કેસ નોંધાયા

રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમયમાં 213 કેસ કર્ફ્યૂ ભંગના દાખલ થયા છે.

Update: 2021-10-26 06:08 GMT

રાજ્યમાં સૌથી વધુ કરફ્યુ ભંગના કેસ અમદાવાદ શહેરમાં માત્ર 6 કલાકમાં નોંધાયા હતા. અમદાવાદના ડીસીપી મકરંદ ચૌહાણની નાઈટ દરમિયાન શહેરમાં રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમયમાં 213 કેસ કર્ફ્યૂ ભંગના દાખલ થયા છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન રોડ પર લોકોએ કર્ફ્યૂના નિયમનું ઉલઘન કર્યું હોવાનું સામે આવ્યું છે..

રાજ્યમાં કર્ફ્યૂના નિયમોનો કડક અમલ થઈ રહ્યો છે. નિયત સમય મર્યાદામાં દરેકને નિયમનું પાલન કરવાનું હોય છે. પણ કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી ત્યારે પોલીસ કાર્યવાહી કરવી પડે છે. આ બધાની વચ્ચે અમદાવાદના એક ડીસીપીએ નાઈટ દરમિયાન સમગ્ર કર્ફ્યૂ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી છે અમદાવાદ શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન પણ લોકો બેરોકટોક ધંધો વેપાર કરી રહયા છે આવી ફરિયાદ મળી હતી જે બાદ પોલીસે શહેરના અનેક વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો સમગ્ર શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન જે લોકો વગર કારણ બહાર ફરી રહ્યા હતા. તેમની સામે કાર્યવાહી કરી છે. કુલ 213 કેસ એક જ રાતમાં અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યા હતા. પોલીસનું કેહવું છે કે દરરોજ રાત્રે કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Tags:    

Similar News