અમદાવાદ : બોંબ બ્લાસ્ટના 49 દોષિતોને હવે 18મીએ સજા સંભળાવાશે

અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે.

Update: 2022-02-15 11:43 GMT

અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે.

અમદાવાદમાં 2008ની સાલમાં થયેલા શ્રેણીબધ્ધ બોંબ વિસ્ફોટોમાં 56થી વધારે લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. 14 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ વિશેષ અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. અદાલતના ચુકાદા બાદ બચાવ પક્ષે સજા સંદર્ભમાં આરોપીઓની દલીલો સાંભળવી જોઇએ તેવી અરજી કરી હતી. આ અરજી સંદર્ભમાં વિશેષ અદાલતમાં આરોપીઓના વકીલ અને સરકાર તરફેના વકીલોની દલાલ સાંભળવામાં આવી હતી.સરકારી વકીલોએ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરી છે. જયારે બચાવ પક્ષે આરોપીઓને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યાં બાદ હવે અદાલતે સજાની જાહેરાત કરવા માટે 18મી તારીખ નકકી કરી છે. 18મી તારીખે આરોપીઓની સજાનું એલાન કરી દેવામાં આવશે.

Tags:    

Similar News