અમદાવાદ: મોબાઈલની ચોરીની આશંકાએ આધેડની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

ગરમ ઈસ્ત્રી શરીરે ચોટાડી તેમજ ગેસના સિલિન્ડરની પાઇપોથી એટલી હદે માર્યા હતા કે શરીરની ચામડી ઉતરી ગઈ હતી

Update: 2022-03-19 12:02 GMT

અમદાવાદમાં વધુ એક વાર મોબાઈલ ચોરીની શંકાએ આધેડની હત્યાથી ચકચાર મચી જવા પામી છે.પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના રખિયાલ પોલીસની ગીરફતમાં દેખાતા આ આરોપીઓના નામ છે મોંહમદ સિતારે ઉર્ફે ગોલ્ડન, મોહંમદ તોહિદ, સમીમ અહેમદ અને આઝાદ શેખ..રખિયાલમાં આવેલ યશ પ્લાઝા માં આરોપીઓ રહેતા હતા

જ્યાં નોકરી કરતા 52 વર્ષીય મોહમ્મદ હુસેન શેખે આરોપીનો એક દિવસ પહેલા ચોરી થયેલો મોબાઈલ મૃતકે ચોરી કરી હોવાની આશંકા રાખી વહેલી સવારે ઝઘડો કરી કારખાનામાં લઈ જઈ ગરમ ઈસ્ત્રી શરીરે ચોટાડી તેમજ ગેસના સિલિન્ડરની પાઇપોથી એટલી હદે માર્યા હતા કે શરીરની ચામડી ઉતરી ગઈ હતી.જે બાદ આરોપીઓએ આધેડને ઉચકી રિક્ષામાં લઈ જઈ લાલ બહાદુર સ્ટેડિયમ પાસે આવેલી નૂતન ભારતી સ્કૂલ પાસે મૂકી ફરાર થઇ ગયા હતા.

મહત્વનું છે કે આરોપીઓ આધેડને ઉંચકીને લઈ જતા હોય તેવા CCTV પણ સામે આવ્યા હતા.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં જ અમદાવાદમાં આવ્યા છે. મહત્વનું છે કે હાલમાં જ હવેલી વિસ્તારમાં મોબાઈલ ચોરીની આશંકા માં યુવકની હત્યાની ઘટના બની હતી ત્યારે એક જ સપ્તાહમાં મોબાઈલ ચોરીની જ આશંકાએ બીજી હત્યાની ઘટના બનતા શહેરભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે.

Tags:    

Similar News