અમદાવાદ: AMC દ્વારા અપનાવાયો નવતર અભિગમ, આપના ઘરે લગાવેલ તિરંગા પરત જમા કરાવી શકશો

દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની આજે ગર્વભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગૌરવવંતા અવસરે ઠેર-ઠેર તિરંગા લહેરાવવામાં આવ્યો હતા.

Update: 2022-08-16 08:36 GMT

દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની આજે ગર્વભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગૌરવવંતા અવસરે ઠેર-ઠેર તિરંગા લહેરાવવામાં આવ્યો હતા. જેમાં અમદાવાદમાં પણ હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઇ મોટાભાગના લોકો પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો. ત્યારે અમદાવાદમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે એએમસી દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા અનુસાર કોઈને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો એએમસી સન્માન સાથે રાષ્ટ્રધ્વજ પરત લશે. આ ઉપરાંત કોઈ પણ શહેરીજનો ઘરે રાખવા માગે તો તેને સાચવી અને રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાય તે રીતે રાખવો પડશે તેમ સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ પરત કરવા માંગતા લોકો નજીકના સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમનો ભંગ ન થાય તે માટે નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે, દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન ન જળવાતું હોવાના કિસ્સાઓ સામે આવતા હોવાથી તમામ શહેરોમાં આ નિર્ણય લેવામાં આવે તે આવકારદાયક બાબત છે

Tags:    

Similar News