અમદાવાદ : "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત કાર્યક્રમ યોજાયો; શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત

અમદાવાદ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ પોલીસી હેઠળ 75 “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Update: 2021-09-25 08:25 GMT

અમદાવાદ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ પોલીસી હેઠળ 75 જેટલી યુનિવર્સિટી સંશોધનો દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

દેશનાં સ્વાતંત્ર્યના 75 વર્ષની ઉજવણી ''આઝાદી કા અમૃત મહોત્સવ '' વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવ્યો છે. 12 માર્ચ 2021 શરૂ કરાયેલી ઉજવણી 75 સપ્તાહ સુધી ચાલશે. જેમાં તેની અર્થસભર ઉજવણી દ્વારા આખા 'આત્મ નિર્ભર ભારત'નો ધ્યેય સાકાર કરશે. "આઝાદી કા અમૃત મહોત્સવ" મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા અન્ય રાજ્યોની સાથે ગુજરાતને પણ પસંદ કર્યું છે. જ્યાં 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન સ્ટાર્ટ-અપ સંબંધિત કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે KCG ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે હંમેશા નૂતન સંશોધનને પ્રોત્સાહન આપ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની યુનિવર્સિટીઓ, સંલગ્ન કોલેજોમાં ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇનોવેશન અંતર્ગત શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાયા છે. ગુજરાત હેકાથોન તે પૈકીનો જ એક કાર્યક્રમ છે. ત્યાં યુવા સંશોધકો તેમના કૌશલ્યને ઉજાગર કરી રહ્યા છે.

Tags:    

Similar News