અમદાવાદ: પેપર લીકકાંડ મામલે AAPના ભાજપ પર આકરા પ્રહાર, દરેક ઉમેદવારોને રૂ.50 હજારનું વળતર આપવાની માંગ

પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

Update: 2023-01-29 11:35 GMT

પેપર લીકની ઘટનાને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

Full View

ગુજરાતમાં પેપર લીક મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમનાં માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારે 156 સીટો આપી પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરૂ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું. આજે પંચાયતની પરીક્ષા રદ થતા અનેક ઉમેદવારના સપનાં રોળાયા છે ત્યારે ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારાએ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસકો પડ્યો હતો.તો દૂર દૂરથી કેન્દ્ર પર પહોંચેલા પરીક્ષાર્થીઓને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે દરેક ઉમેદવારને રૂ.૫૦ હજાર વળતર આપવું જોઈએ એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે

Tags:    

Similar News