અમદાવાદ: અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ

સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે.

Update: 2022-09-11 09:32 GMT

અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી સ્પેક્ટ્રમ ટેલીકોમ કંપની ઓળખ આપી ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલ માત્ર 76 ડોલરમાં આપવાની ઓળખ આપી છેતરપિંડી કરતો હતો.

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. આરોપી દિલીપ ટાઇટેનિયમ હાઈટ્સમાં 114 નંબર ઓફિસ ધરાવે કેપિટલ કેરના નામે બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. જેમાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતો હતો.આરોપી કોઈપણ પ્રકારના ટેક્સ વિના માત્ર 76 ડોલરમાં ફાઇબર ઓપ્ટિકલ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલ આપવાના બહાને છેતરપિંડી આચરતા હોવાનો ખુલાસો થયો છે. જે અંગે સાઇબર ક્રાઇમ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌધરીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે આરોપી દિલીપ ચૌધરીની ઓફિસમાં રેડ કરી તેની પાસેથી એક લેપટોપ, એક કમ્પ્યુટર, છ મોબાઇલ, એક મેજીક જેક ડિવાઇસ, બે હાર્ડ ડિસ્ક, પાંચ પીઓએસ મશીન, નવ સીમકાર્ડ કબજે કર્યા છે.સાથે-સાથે અલગ અલગ બેંકોની 12 ચેકબુક અને 31 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કર્યા છે.સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે અમેરિકન નાગરિકો પાસેથી મેળવેલા રૂપિયા હવાલા તેમજ બીટકોઈન મારફતે મેળવતો હતો.જે અંગે સાઇબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News