અમદાવાદ AMCની મહિલાઓને ભેટ, બનાવશે 'પિન્ક શૌચાલય'

અમદાવાદમાં બહાર નીકળતી મહિલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 25 લાખ રૂપિયાના ખર્ચે 21 ગુલાબી શૌચાલય સ્થાપશે.

Update: 2022-06-25 09:45 GMT

અમદાવાદમાં બહાર નીકળતી મહિલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 25 લાખ રૂપિયાના ખર્ચે 21 ગુલાબી શૌચાલય સ્થાપશે. જે આધુનિક ટેકનોલોજી અને અન્ય સુવિધાઓથી સજ્જ હશે. એકંદરે 21 પિંક ટોયલેટ પાછળ કુલ રૂપિયા 10 કરોડ થી વધુનો ખર્ચ કરવામાં આવશે.

'સ્વચ્છ ભારત સ્વથ્ય ભારત' મિશન અંતર્ગત અમદાવાદમાં પહેલા કરતા અનેક ગણી સારી સુવિધા શૌચાલય માટેની કરી દેવામાં આવી છે. શહેરમાં નાગરિકોની સુવિધા માટે જુદા જુદા સ્થળોએ આશરે 350 જેટલા પે એન્ડ યુઝ ટોયલેટ બનાવાયા છે. જેમાં પુરુષ અને મહિલાઓના ટોઈલેટના બ્લોક અલગ હોવા છતાં ત્યાંના મુખ્ય દરવાજો એક હોવાથી મોટાભાગના શૌચાલયોમાં મહિલા તેનો ઉપયોગ કરવાનું ટાળતા હતા. ત્યારે નવા બનનારા 21 પિંક ટોયલેટ ફક્ત મહિલાઓની જરૂરિયાત ધ્યાને રાખી બનવાના હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ તેનો સંકોચ વિના ઉપયોગ કરી શકશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે કે શૌચાલયના રંગનો સંબંધ મહિલાઓ સાથે સંગત ધરાવે છે. શહેરમાં ફક્ત મહિલાઓ માટે શૌચાલય બનાવવાનો નિર્ણય કરતી વખતે છોકરીઓ ગુલાબી રંગ વધુ પસંદ કરે છે.AMC દરેક ઝોનમાં આવતા ત્રણ શૌચાલય સ્થાપવાની યોજના ધરાવે છે અને AMC એ 21 સ્થળોની ઓળખ કરી છે જ્યાં તે શૌચાલય બનાવશે. શૌચાલયોમાં સેનેટરી નેપકિન માટે વેન્ડિંગ મશીન અને વપરાયેલ નેપકીન ડમ્પ કરવા માટે ઇન્સિનરેશન મશીન હશે. શૌચાલયમાં અલગ ફીડિંગ રૂમ તેમજ ચેન્જિંગ રૂમ પણ હશે. દરેક સ્ટ્રક્ચરમાં પાંચ વેસ્ટર્ન કમોડ હશે. આ દરેક સ્ટ્રક્ચર 25 લાખ રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવશે. 

Tags:    

Similar News