અમદાવાદ : તામિલ સમુદાયને ભાજપ તરફ વાળવા દક્ષિણ ભારતના 20 ધારાસભ્યોની ફોજ મેદાનમાં...

અમદાવાદની મણિનગર અને ખોખરા બેઠક પર હિન્દીભાષી સમાજ અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોની વસ્તી વધારે છે,

Update: 2022-11-25 09:37 GMT

અમદાવાદની મણિનગર અને ખોખરા બેઠક પર હિન્દીભાષી સમાજ અને દક્ષિણ ભારતના રાજ્યોના લોકોની વસ્તી વધારે છે, ત્યારે આ સમાજને ભાજપ તરફ વાળવા રાષ્ટ્રીય મહિલા મોરચા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વાનાથી શ્રીનિવાસન પ્રચાર કરી રહ્યા છે, જેઓ ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા પોતાના સમાજને આકર્ષી રહ્યા છે.

ગુજરાત ભાજપે અમદાવાદની તમામ શહેરી બેઠકો કબજે કરવા એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. જેના ભાગરૂપે રાજ્યની બહારના અનેક દિગ્ગજ નેતા અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદના મણિનગર અને અમરાઈવાડી બેઠક પર ભાજપનો દબદબો છે. અહીથી પીએમ મોદી પણ વિધાનસભાની ચૂંટણી લડતા પણ સમયની સાથે ઘણું બદલાયું છે. જોકે, હવે આ બેઠકો પર તામિલનાડુ અને કેરલા સહિતના રાજ્યમાંથી અનેક લોકોએ અહી આવીને વસવાટ કર્યો છે, ત્યારે આ સમાજ ભાજપને મત આપે તે માટે દક્ષિણ ભારતના 20થી વધુ ધારાસભ્યો આ બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. તમિલનાડુ કોઇમ્બતુર દક્ષિણના મહિલા ધારાસભ્ય વાનાથી શ્રીનિવાસન મહિલા મોરચાના અધ્યક્ષ પણ છે. તેઓ પણ અહી દિવસ રાત પ્રચાર સભા કરી રહ્યા છે. અહી તેમનું તેમના સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. તેમના કહેવા મુજબ દેશમાં ગુજરાત રોલ મોડેલ છે, અને પીએમ મોદીનું રાજ્ય છે. અહીથી દેશોમાં વિકાસના દ્વાર ખૂલે છે. તેથી ભાજપ અહીં વિજય થશે. આ પ્રચાર દરમિયાન તેમની સાથે સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં ભાજના કાર્યકરો જોડાય હતા.

Tags:    

Similar News