અમદાવાદ: મહિલા PSI પર હુમલાનો મામલો,કારંજ પોલીસ મથકમાં વકીલોના ટોળા સામે ગુનો નોંધાયો

મહિલા પીએસઆઇ પર થયેલા હુમલામાં આખરે પી.એસ.આઈ મહિલા ને ન્યાય મળ્યો અને નવ દિવસ બાદ કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલો સહિત ટોળા વિરુદ્ધ ફરિયાદ

Update: 2022-03-17 09:09 GMT

અમદાવાદ શહેરમાં મહિલા પીએસઆઇ પર થયેલા હુમલામાં આખરે પી.એસ.આઈ મહિલા ને ન્યાય મળ્યો અને નવ દિવસ બાદ કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલો સહિત ટોળા વિરુદ્ધ સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધાઈ છે. કારંજ પોલીસે સો જેટલા મહિલા તથા પુરુષ એડવોકેટના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સીસીટીવી ફુટેજમાં દેખાતા તમામ લોકોને શોધવા તજવીજ હાથ ધરી છે.વર્ષાબહેન હાલમાં બાપુનગરની ડાયમંડ પોલીસ ચોકીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.PSIએ તારીખ 6 માર્ચના રોજ બાપુનગર પોલીસ સ્ટેશનમાં 332, 506(1) મુજબ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જેથી આ ગુનામાં પોલીસે છાયાબેન કોરીને અટક કરી હતી. ત્યારબાદ છાયાબેનને બીજા દિવસે કોર્ટમાં રજૂ કર્યા હતા. તારીખ 7 માર્ચના રોજ પ્રોટેક્શન રાખીને નામદાર કોર્ટમાં પીએસઆઇ તેમજ સ્ટાફના માણસો છાયા બહેન ને લઈને કોર્ટમાં પહોંચ્યા હતા. આ સમયે મહિલા તથા પુરુષ વકીલોનું ટોળું બહાર લોબીમાં હાજર હતું. આ સમયે કોર્ટમાં પીએસઆઇને કોર્ટ રૂમમાં જતા ધક્કે ચડાવ્યું હતાં.

ત્યારબાદ મેજિસ્ટ્રેટ સાહેબ છાયાબેનને સાંભળી લીધા બાદ પીએસઆઈ તેમને લઈને બહાર આવતાં હતાં. ત્યારે કોર્ટના હાજર વકીલો પોલીસને મારવા ધસી આવ્યા હતા. તેમજ અહીં હાજર ટોળાંએ પીએસઆઇ સહિત સ્ટાફના માણસો સાથે ટપલી દાવ કરી ધક્કા મુક્કી કર્યાં હતાં.ઝપાઝપી થતાં પીએસઆઇ વર્ષાબહેન સ્ટાફના કર્મચારીઓ વધુ મારામાંથી છોડાવ્યા હતા. વર્ષાબહેન ત્યાંથી કારંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જો કે પોલીસ સ્ટેશન ગયા બાદ મહિલા પી.એસ.આઈ ની તબિયત બગડતાં તેઓને સારવાર અર્થે અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે તે સમયે પી.એસ.આઈ એ અરજી આપી હતી. હાલમાં પીએસઆઇએ કોર્ટના સીસીટીવી ફૂટેજ દ્વારા નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News