અમદાવાદ: “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું CM ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,જુઓ શું છે વિશેષતા

CM ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

Update: 2023-01-12 10:09 GMT

અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “આઝાદી કી યાદે” મ્યુઝીયમનું લોકાર્પણ કર્યું હતું.અમદાવાદના બાકરોલ નજીક આવેલા સરદાર પટેલ પેટ્રોલ સ્ટેશન પર નિર્માણ પામેલા આ મ્યુઝીયમમાં અત્યાધુનિક લાઈટ અને સેટ અપ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝ સહિતના રાષ્ટ્રનાયકોની યશગાથા પ્રદર્શિત કરવામાં આવી છે. 'આઝાદી કી યાદે' થીમ સાથે નિર્માણ પામેલા મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે.આ મ્યુઝીયમમાં ભારતે કૃષિ, વિજ્ઞાન સહિતના ક્ષેત્રોમાં કરેલી પ્રગતિનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. આઝાદીની લડાઈમાં મહિલાઓના યોગદાનની પણ નોંધ લેવામાં આવી છે. મ્યુઝીયમમાં ભારતના પ્રાચીન શાસકોથી માંડીને તમામ વડાપ્રધાનોની તસવીરો અને યાદી પણ મૂકવામાં આવી છે.

Tags:    

Similar News