અમદાવાદ : ધોળે દહાડે ભાઈએ જ ભાઈની કરેલી હત્યા મામલે બાપુનગર પોલીસે કરી 5 શખ્સોની ધરપકડ...

અમદાવાદના બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા

Update: 2023-04-09 12:52 GMT

અમદાવાદના બાપુનગરના અજીત મિલ વિસ્તારમાં ધોળે દહાડે સગા ભાઈ ઉપર ભાઈએ હુમલો કરતાં મૃત્યુ થયું હતું. સામાન્ય બોલાચાલીમાં 2 ભાઈઓ વચ્ચે મોટી બબાલમાં જીવલેણ હુમલો થતાં પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના બાપુનગરમાં અનિલ સ્ટાર્ચની બાજુમાં રાધારમણ ફ્લેટમાં રહેતા કનુ પટણી બપોરના એક વાગ્યા આસપાસ સોસાયટીના ગેટ પાસે હતા. તે દરમિયાન તેમના ભાઈ પરેશ પટણી તથા ભાઈનો દીકરો મેહુલ ગેટ પાસે આવી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ સોસાયટીના ગેટ ઉપર જાહેરમાં જ મારામારી થઈ હતી. આ ઘટનાથી આજુબાજુના લોકો પણ હતપ્રભ બની ગયા હતા. ઘટના વધુ વકરતાં દિનેશ પટણી, સુરેશ પટણી, જયેશ પટણી સહિતના લોકોએ કનુભાઈ તથા તેમના ભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કનુ પટણી, પરેશ પટણી તથા અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં પરેશ પટણીને વધુ ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ, જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત થયું હતું. આ ઘટનામાં બાપુનગર પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે. જેમાં મૃતક વ્યક્તિના મોટાભાઈ અને સાથે તેમનો દીકરો અને તેમના સાળાએ સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો બાપુનગર પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News