અમદાવાદ: ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોય શકે મુખ્યપ્રધાન દરેક સમાજના હોય છે: સી.એમ.

Update: 2021-10-18 06:52 GMT

અમદાવાદના રીંગરોડ પર આવેલા સરદાર પટેલ ધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ના કાર્યક્રમમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના રીંગરોડ પર આવેલા સરદાર પટેલ ધામ ખાતે પાટીદાર સમાજ દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 ના કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર સરદાર પટેલ ભવન ખાતે પહોંચ્યા.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ,કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાને સ્મૃતિચિહ્ન આપી,શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ,આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પાટીદાર સમાજને સંબોધતા કહ્યુ હતુ એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવું હોય તો દરેક સમાજને આગળ આવવું જરુરી છે. ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોઇ શકે પણ એક મુખ્યમંત્રી બન્યા બાદ એ પાટીદાર સમાજ નહિ પણ દરેક સમાજના છે.એટલે ભારતના વિકાસમાં દરેક સમાજનો ફાળો હોય છે. એક સમાજ થકી ભારતનો વિકાસ થઇ શકતો નથી.તેમણે રાજ્ય અને દેશના વિકાસ માટે આગળ આવવા પણ આહવાન કર્યું હતું

Tags:    

Similar News