અમદાવાદ : અમરાઈવાડી ચાર રસ્તા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગેસના બોટલ સાથે આવ્યા મેદાને

કોંગ્રેસનું મોંઘવારીએ મુદ્દે વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે કોંગ્રેસનાં આકરા પ્રહાર ગેસના બોટલો સાથે ઉગ્ર નારા લગાવ્યા

Update: 2022-04-01 10:41 GMT

સતત બીજા દિવસે અમદાવાદમા કોંગ્રેસ ભાજપ વિરુધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે ત્યારે આજે હાથમાં ગેસના બોટલો લઈને ઉગ્ર નારા લગાવી વિરોધ કર્યો હતો.રસ્તાઓ બંધ કરાતા પોલીસ ફોર્સ બોલાવાની ફરજ પડી. અમદાવાદમા આજે પણ મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. અમરાઈવાડી ચાર રસ્તા પાસે રોડ પર જ બેનરો અને સૂત્રોચાર સાથે વિરોધ યોજાયો. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, શહેર પ્રમુખ નીરવ બક્ષી અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ગેસના બાટલા ઊંચા કરીને તથા નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો તે સાથે જ ભાજપનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોડ-રસ્તા પર બેસીને રોડ બંધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ પોલીસની ગાડી પર ચઢી ગઈ હતી. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી.શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કોંગ્રેસ હંગામાથી થોડો સમય માટે રસ્તા પણ બંધ થયા હતા, ભારે હંગામાને કારણે વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી..

Tags:    

Similar News