અમદાવાદ : IT રેડ દરમ્યાન કરોડો રૂપિયા રોકડ અને દાગીના જપ્ત કર્યા,જાણો શું છે સમગ્ર મામલો..?

Update: 2022-02-12 05:06 GMT

અમદાવાદમાં બે દિવસથી ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલી રહ્યા છે. જેમાં જાણીતા બિલ્ડર શિવાલિક, શિલ્પ બિલ્ડર અને શારદા એસ્ટેટની ઓફિસ અને રહેઠાણો પર શુક્રવારે બીજા દિવસે પણ ચાલુ રહેલા દરોડામાં વધુ 4 કરોડ રોકડા અને 3 કરોડની જ્વેલરી પકડાઈ હતી. આ ઉપરાંત મોટી માત્રામાં ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. બિલ્ડર અને એસ્ટેટ ગ્રૂપે રોકડમાં કરેલા વ્યવહારનો ડેટા ઓફિસ તેમજ રહેઠાણ પરથી મળ્યો છે. બિલ્ડર અને એસ્ટેટ ગ્રૂપની 30 ઓફિસો અને રહેઠાણ પર એક સાથે દરોડા પડ્યા હતા.

રામદેવ નગર ખાતે આવેલા શિવાલિક ગ્રૂપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તેમજ રાજપથ ક્લબ પાછળ આવેલા શિલ્પ ગ્રૂપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ ઉપરાંત શારદા એસ્ટેટના દીપક નિમ્બાર્ક ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ લોકોને મોબાઇલનું બેકઅપ લેવામાં આવ્યું છે. મોબાઇલમાં વોટ્સએપ તેમજ કેટલીક એપ્લિકેશન નું બેકઅપ લેવામાં આવ્યું છે. આ ડેટા મોટા પ્રમાણમાં કેસના ટ્રાન્ઝેક્શન બહાર લાવે તેવી શકયતા રહેલી છે. હજુ દરોડા ચાલુ રહે તેવી શક્યતા છે. ઇન્કમટેક્સના અધિકારીએ ગુરુવારે વહેલી સવારે શિવાલિક અને શિલ્પ બિલ્ડર તેમજ ત્રણ બ્રોકરના મળી કુલ 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. જ્યારે તેમને ત્યાંથી મળી આવેલા ડેટાના આધારે વધારે 5 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શિવાલિક અને શિલ્પ બિલ્ડરના અંગત અને વિશ્વાસુ માણસોના રહેઠાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે.

Tags:    

Similar News