અમદાવાદ : 'વાઇબ્રન્ટ ગુજરાત-સમિટ ઓફ સક્સેસ' કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ, PM મોદી રહેશે ઉપસ્થિત...

વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મુકશે

Update: 2023-09-26 09:45 GMT

અમદાવાદ શહેરના સાયન્સ સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 'વાઇબ્રન્ટ ગુજરાત-સમિટ ઓફ સક્સેસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ શહેરના સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત-સમિટ ઓફ સક્સેસ' કાર્યક્રમની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન મોદી આ કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની ઝાંખી અને માઈલ સ્ટોન દર્શાવતું પ્રદર્શન પણ ખુલ્લું મુકશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Tags:    

Similar News