અમદાવાદ: વિદેશ મોકલવાની લાલચ આપી પરિવાર સાથે રૂ.23 લાખની ઠગાઇ,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

Update: 2022-11-06 09:15 GMT

અમદાવાદના એક પરિવારે સોશિયલ મીડિયા પર જોયેલી જાહેરાતને આધારે એજન્ટનો સંપર્ક કરી કેનેડા જવાની પ્રક્રિયા શરૂ કરી હતી. એજન્ટે અમદાવાદના પરિવારને કેનેડા જવાની ઘેલછા જોઈને તેમની પાસેથી ટુકડે ટુકડે 23 લાખ પડાવી લીધા હતા પોલીસે આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદનો પરિવાર સોશિયલ મીડિયા પર સુનિલકુમાર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો અને તેણે પોતે કેનેડા ઇમિગ્રેશન લોયર હોવાનું જણાવી અમદાવાદના પરિવારને કેનેડાની વર્ક પરમિટ અને વિઝા આપવાનું કહ્યું હતું. સાથે સાથે ત્યાં શિકાગો ઇન્ટરનેશનલ કન્સ્ટ્રક્શન નામની કંપનીમાં સ્ટોર કીપર તરીકે નોકરી અપાવવાનું અને મહિને 3650 કેનેડિયન ડોલરનો પગાર અપાવવાની પણ હૈયાધારણા આપી હતી. લેભાગુ એજન્ટે કેનેડાના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના તેમજ કેનેડાની એક કંપનીમાં સારા પગારની નોકરી અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા બાદ પરિવારને કતાર એરવેઝની કેનેડાની ટિકિટ પણ મોકલી આપી હતી પરંતુ વર્ક પરમિટ કે વિઝાની સ્પષ્ટતા નહીં થતા અમદાવાદના પરિવારને શંકા ગઈ હતી અને તેમણે આ બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે લેભાગુ એજન્ટના મળતીયા એવા વડોદરાના દીપક પુરોહિત ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુનિલ કુમારને ઝડપી લેવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે

Tags:    

Similar News