અમદાવાદ: નવા પાઠ્યપુસ્તકો અને નવા અભ્યાસક્રમ અંતર્ગત GCERT બેઠક મળી

Update: 2021-10-12 06:23 GMT

નવા પાઠ્યપુસ્તકો અને નવા અભ્યાસક્રમ અંતર્ગત GCERT ગાંધીનગર ખાતે નિયામક ટી.એસ.જોષી સાથે બેઠક યોજવામાં આવી હતી.ધોરણ એકથી બાળકો સરળતાથી અંગ્રેજી કેવી રીતે શીખી શકે એનું પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી મેળવી એક મિડિયમ તરીકે નહીં પણ એક લેંગ્વેજ તરીકે બાળકો શરુઆતથી જ અંગ્રેજી સમજી શકે એવો પ્રયાસ આવનાર સમયમાં થશે ગાંધીનગર ખાતે આ બેઠકમાં રાજ્યના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, મહામંત્રી રતુ ગોળ, સંગઠન મંત્રી અરુણ જોષી ઉપસ્થિત રહયા હતા.બેઠકમાં વર્તમાન સ્થિતિમાં બાળકોની ભણતરની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. નિયામક ટી.એસ.જોશીના અધ્યક્ષસ્થાને મળેલ આ બેઠકમાં દરેક સ્કૂલોએ પોતાની ગુણવત્તા સુધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સાથે ગુજરાતી માતૃભાષા પર વિશેષ ભાર મુકવા જણાવવામાં આવ્યું છે તો સાથે સ્કૂલ એક પ્રેઝન્ટેશન પણ તૈયાર કરે અને તેના દ્વારા બાળોકોને અંગ્રેજી ભણાવવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર વર્ષમાં નવા અભ્યાસક્રમમાં કોઈ મુશ્કેલીના પડે અને દરેક સ્કૂલ અને બાળકો સુધી ચોપડા પણ પહોંચે તેની વિગતવાર રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી 

Tags:    

Similar News