અમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવનું આયોજન, કેન્દ્રીય ગૃહમંત્રી કરશે મહોત્સવનું ઉદ્ઘાટન...

અમદાવાદમાં પ્રમુખસ્વામી નગર બાદ વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2023-01-15 12:16 GMT

અમદાવાદમાં પ્રમુખસ્વામી નગર બાદ વધુ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય સ્પર્શ મહોત્સવનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે. પદ્મ ભૂષણ અને જૈન આધ્યાત્મિક ગુરૂ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી 400માં પુસ્તક વિમોચનની ઉજવણી કરાશે. તા. 15થી 26 જાન્યુઆરી દરમિયાન સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વધુ એક ધાર્મિક મહોત્સવ યોજવામાં આવ્યો છે. GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવની આજથી શરૂઆત કરવામાં આવી છે. 90 એકર વિસ્તારમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઉંચો શાહી એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. બંગાળી કારીગરો દ્વારા એન્ટ્રી ગેટ નું નિર્માણ થયું છે. ગીરનારના પ્રસિદ્ધ નેમિનાથ મંદિરની 100 ફૂટ ની પ્રતિકૃતિ બનાવી છે. ધર્મગુરૂના પ્રવચન સાંભળવા 25000 લોકો બેસી શકે માટે ભવ્ય ટેન્ટ બનાવમાં આવ્યો છે. આ મહોત્સવ ૧૫ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં તમામ ધર્મના લોકો નિહાળવા આવી શકે છે.

Tags:    

Similar News