અમદાવાદ: વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ 80 હજારની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીને અરજીમાં તપાસના કામે હેરાન ન કરવા તેમજ અરજીની તપાસમાંથી નામ કાઢી નાખવા બદલ લાંચ માગી હતી.

Update: 2021-12-05 07:46 GMT

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રૂપિયા 80 હજારની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાયા છે. હેડ કોન્સ્ટેબલે નવા વાડજ પોલીસ ચોકીમાં આવેલી અરજીમાં એસીબીના ફરિયાદીને અરજીમાં તપાસના કામે હેરાન ન કરવા તેમજ અરજીની તપાસમાંથી નામ કાઢી નાખવા બદલ લાંચ માગી હતી. જે લાંચની રકમ આપવા ન માગતા હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આજે હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણને રૂપિયા 80 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા.

અમદાવાદ વાડજ પોલીસ સ્ટેશનના નવા વાડજ ચોકી પર એક આરોપી વિરૂદ્ધ અરજી આવી હતી. તેમાં અરજીના કામે તેને હેરાન ન કરવા અને તેનું નામ અરજીમાંથી કાઢી નાખવા માટે હેડ.કોન્સ્ટેબલ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણે ફરીયાદીને અરજી તપાસના કામે હેરાન નહીં કરવાના અને ફરિયાદીનું નામ અરજી તપાસમાંથી કાઢી નાખવા લાંચ પેટે રૂ. 80 હજારની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે બે રાજ્ય સેવક પંચો સાથે રાખી આજે નવાવાડજ પોલીસ ચોકીમાં લાંચના છટકાનું આયોજન કરી લાંચની રકમ સાથે રંગેહાથ પકડી પાડ્યા હતા.

Tags:    

Similar News