અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Update: 2022-06-23 11:42 GMT

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સુરક્ષાની સમીક્ષા કરી હતી

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈના રોજ નીકળશે ત્યારે આ રથયાત્રા હેમખેમ પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક્શન મોડમાં છે.આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને અહીં તેમણે રથયાત્રાને લઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તો અમદાવાદ પોલીસ વિભાગે પણ રથયાત્રા સુરક્ષાને લઇ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.જેમાં દર્શાવ્યા અનુસાર સંવેદનશીલ વિસ્તારમાં એક અલગ સુરક્ષા કવચ પણ ઉભું કરવામાં આવશે

રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપનીનો સમાવેશ થાય છે. આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે જેમાં બોડી ઓન કેમેરા,ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે મંદિર અને એએમસી દ્વારા ભક્તોને અને શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે તમામ તૈયારીઓ શરુ કરવામાં આવી છે ત્યારે આજે એએમસીના હોદેદારો મેયર સહીત મંદિરના ટ્રસ્ટી ગણે રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી

Tags:    

Similar News