અમદાવાદ: ન્યુઝ પેપરમાં અમેરિકા-કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ઠગાઇ કરતી ટોળકી ઝડપાય

અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-02-02 11:48 GMT

અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ ભાવેશ સરવૈયા અને ઉમેશ ચૌહાણ છે બંને આરોપી મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે.બન્ને આરોપી સાથે મળી છેતરપિંડીનો એવો માર્ગ શોધી કાઢ્યો કે છેલ્લા 4 વર્ષથી લોકો સાથે લાખ્ખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યા હતા.અમેરિકા અને કેનેડા જવા ઇચ્છતા લોકોને વર્ક પરમિટ આપવાના બહાને તેમની પાસેથી છેતરપિંડી કરતા હતા. જેમાં ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં રૂપિયાની ખોટી એન્ટ્રી બતાવવા માટે બીજા ભોગ બનનારના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી અંદાજીત 31 લાખથી વધુની 14 લોકો સાથે છેતરપિંડી કરી છે.પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે હકીકત સામે આવી કે ઉમેશ ચૌહાણ ધોરણ 12 ભલેણ છે અને અગાઉ બેંકમાં એકાઉન્ટ ખોલવાની સામાન્ય નોકરી કરતો હતો જ્યાંથી તે પોતાના બેંક એકાઉન્ટ કે સિમકાર્ડ વાપર્યા વિના છેતરપિંડી કરતા શીખ્યા હતા જે બાદ આરોપીએ વિઝા માટે જરૂરી બેંક બેલેન્સ બતાવવા માટે અરજદારોના નામે બેંક અકાઉન્ટ ખોલાવી તેમના નામના સિમ કાર્ડ પણ મેળવી લેતા હતા.

Tags:    

Similar News