અમદાવાદ: દિવાળીના દીવડાના ઝગમગાટની પાછળ મોંઘવારીનું અંધારું, ફટાકડા બજારમાં મંદીનો માહોલ

અમદાવાદના મુખ્ય બજારોમાં દિવાળીના દિવસોમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની હોય છે. જેની સામે આ વખતે બજારોમાં ખૂબજ ઓછી ભીડ જોવા મળી રહી છે

Update: 2021-10-29 11:47 GMT

દિવાળીના દીવડાના ઝગમગાટની પાછળ મોંઘવારીનું અંધારું પણ ટાંપીને જ બેઠું છે. ઉત્સવપ્રિય અમદાવાદના નાગરિકોને આ વર્ષે દિવાળીના તહેવારોમાં મને-કમને તહેવારો ઉજવવા પડશે. કેમકે આ વર્ષે જે રીતે મોંઘવારીએ માઝા મૂકી છે તેને લઈને ઉત્સવો ઉજવવામાં તકલીફો પડે તેવી સ્થિતી ઉદભવી છે.

દિવાળીના તહેવારો નજીક હોવા છતાં લોકોને તહેવારની ખરીદી કોઇ રસ દેખાતો નથી. અમદાવાદના મુખ્ય બજારોમાં દિવાળીના દિવસોમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની હોય છે. જેની સામે આ વખતે બજારોમાં ખૂબજ ઓછી ભીડ જોવા મળી રહી છે. બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. પરંતુ આ વર્ષે મોંઘવારી નામનો વિસ્ફોટ ફટાકડા કરતા પણ પ્રચંડ છે જેના કારણે સામાન્ય અને ગરીબ લોકો માટે તહેવારો હવે માત્ર નામના બચ્યા છે.

આ વખતે ફટાકડામાં અલગ અલગ વેરાયટી પણ જોવા મળે છે જેમાં ગોલ્ડન લાયન, ડાન્સિંગ પીકોક, ડ્રોન ફટાકડો સહિતના આલગ અલગ અને પ્રદુષણ ઓછું ફેલાવે તેવા ફટાકડા આ વર્ષે માર્કેટમાં આવ્યા છે જો કે ભાવ વધારે હોવાના કારણે ઘરાકી નિકળી નથી ત્યારે એકથી બે દિવસમાં ગ્રાહકો આવે એવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Tags:    

Similar News