કોરોના સહાય ચુકવવામાં અમદાવાદ સૌથી આગળ; 139ને ડિજિટલ પેમેન્ટથી ચૂકવાઈ સહાય

કોરોનામાં મૃત્યુ પામનારા સ્વજનોના પરિવારજનોને સહાય ચૂકવવામાં અમદાવાદ જિલ્લો અગ્રિમ ક્રમે છે.

Update: 2021-11-27 06:52 GMT

કોરોનામાં મૃત્યુ પામનારા સ્વજનોના પરિવારજનોને સહાય ચૂકવવામાં અમદાવાદ જિલ્લો અગ્રિમ ક્રમે છે. સરકારના સત્તાવાર મૃત્યુઆંકમાં મ્યુનિ.વિસ્તારમાં 3317 અને ગ્રામ્ય વિસ્તારમાં 93નાં મૃત્યુ નોંધાયાં છે, જેમાંથી બે દિવસમાં 325 ફોર્મ ભરાઈને આવ્યાં છે. આમાંથી શહેરમાં 87 અને ગ્રામ્યમાં 52ને ડિજિટલ પેમેન્ટથી સહાય ચૂકવાઈ છે.

સત્તાવાર મૃત્યુઆંકમાં નોંધાયેલા સહિત કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવારને સરળતાથી સહાય મળે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે. મ્યુનિ. વિસ્તારમાં પ્રત્યેક વોર્ડના આરોગ્ય વિભાગમાં અને તાલુકા કક્ષાએ પણ સત્તાવાર મૃત્યુ આંકમાં સમાવિષ્ટ લોકોની યાદી છે, જેમાં નામ વેરિફિકેશન કરી ફોર્મ ભરી પુરાવા સાથે સ્થળ પર આપી શકાય છે અથવા મામલતદાર કચેરીએ પણ ફોર્મ આપી શકાશે. ફોર્મ મળતા ત્વરિત સહાય ચૂકવી દેવાશે. ત્તાવાર મૃત્યુની યાદી સહિત વિવિધ પ્રકારની માહિતી માટે મ્યુનિ.ની હદમાં પ્રત્યેક વોર્ડના આરોગ્ય વિભાગ અને તાલુકાકક્ષાએ ટીએચઓ કચેરીમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે.

કોવિડ-19માં કોરોના રિપોર્ટ આવ્યા પછી 30 દિવસ બાદ મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં સહાય મેળવવા મ્યુનિ.વિસ્તારમાં નાયબ મ્યુનિ.કમિશનર અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા અધિક નિવાસી કલેક્ટર સમક્ષ અરજી કરી કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર મેળવી શકાશે. ત્યાર બાદ કોવિડ-19 સહાયનું ફોર્મ ભરીને મામલતદારને આપવાનું રહેશે. અરજીના નિકાલ માટે સમયમર્યાદા 30 દિવસની છે.

Tags:    

Similar News