અમદાવાદ: વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ JCPની કડક કાર્યવાહી

અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે.

Update: 2022-05-20 06:32 GMT

અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં એડમિશન લેવા આવી રહેલા વાહનચાલકને રોકી ખોટી રીતે પૈસાની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીને મળતા તથ્ય તપસ્યા બાદ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.આ મામલે પોલીસે બીજી તરફ જે વાહનમાં વિદ્યાર્થી એડમિશન લેવા આવ્યા હતા તે વિદ્યાર્થીઓ પ્રત્યે માનવીય અભિગમ વાપર્યું છે. અને પોલીસ પ્રત્યે વિદ્યાર્થીઓમાં ખોટી છાપ ઉપસે નહિ તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઘટનાની સમગ્ર વિગત એવી છે કે ગત 18 મી મેના રોજ દાહોદ જિલ્લાના પંકજભાઈ બોલેરો ગાડીમાં પોતાના સંબંધીઓ સાથે ગાંધીનગર મોટા ચિલોડા ખાતે સહજાનંદ સ્કૂલ ઓફ એચીવર માં એડમિશન લેવા માટે જતાં હતાં તે દરમિયાન ઓઢવ વિસ્તારમાં ચેકિંગ પોઇન્ટ પર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ તેમને ચેકિંગના બહાને રોક્યા હતાં.

પોલીસે પંકજભાઈ પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં. કાગળો તેમજ અન્ય દસ્તાવેજો બતાવવાના છતાંય પોલીસે દંડ પેટે 10 હજારની માંગ કરી હતી. તે ઉપરાંત ગાડીમાં સવાર લોકો પાસેથી પણ બળજબરી પૂર્વક 6 હજાર રૂપિયા પણ કઢાવ્યા હતાં. સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી પાસે પહોંચતા તથ્ય તપાસી ઓઢવ પોલીસ મથકના વિજયસિંહ, દીપકસિંહ તેમજ હોમગાર્ડ મેહુલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.પોલીસની છાપ સુધારવા અને લોકો પ્રત્યે હંમેશા માનવીય અભિગમ દાખવનારા જેસીપી ગૌતમ પરમારે સમગ્ર હકીકત તપસ્યા બાદ પોલીસ વિરુદ્ધ એક્શન લીધો હતા. તો સાથે જ પોલીસ પ્રત્યે બાળકોમાં ખોટી છાપ પડે નહિ અને બાળકો ને કોઈ તકલીફ પડે નહિ તેના માટે દરેક બાળકને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ડિનર કર્યું તેમજ દરેક બાળકને પુષ્પગુચ્છ આપીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News