અમદાવાદ : કામેશ્વર સ્કૂલમાં ધો. 10 બોર્ડની પરીક્ષાના વિધાર્થીઓને ગુલાબ આપી સ્વાગત કરાયું...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

Update: 2023-03-14 09:47 GMT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ શહેરની કામેશ્વર સ્કૂલમાં વિધાર્થીઓનું ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે અમદાવાદની કામેશ્વર સ્કૂલમાં પણ બોર્ડની પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું છે, જ્યાં સવારથી જ વિધાર્થીઓ પહોચી ગયા હતા. કામેશ્વર વિદ્યાલયના પ્રિન્સિપલ જીગ્નેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે વિદ્યાર્થીને કહેવામાં આવી રહ્યું છે કે, આ એક સામાન્ય પરીક્ષા છે. કોઈપણ પ્રકારનો તણાવ અનુભવો નહીં અને જ્યાં પણ સમસ્યા ઉદભવે જેને પહોચી વળવા શાળા તંત્ર સજ્જ છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપતી વેળા મસ્તકે કુમકુમ તિલક, ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Tags:    

Similar News