અમદાવાદ : ભારત સરકાર દ્વારા કુસુમ ધીરજલાલ હોસ્પિટલને NSCI સેફ્ટી એવોર્ડ એનાયત કરાયો...

અમદાવાદ સ્થિત કુસુમ ધીરજલાલ હોસ્પિટલ NSCI સેફ્ટી એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની

Update: 2022-03-07 04:04 GMT

અમદાવાદ સ્થિત કુસુમ ધીરજલાલ હોસ્પિટલ NSCI સેફ્ટી એવોર્ડ હાંસલ કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. દેશની માત્ર 2 હોસ્પિટલ પૈકી કુસુમ ધીરજલાલ હોસ્પિટલને સર્વિસ સેક્ટરમાં નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો સુરક્ષા એવોર્ડ આપવામાં આવ્યો છે. આ હોસ્પિટલને સલામતિના સર્વોચ્ચ ધોરણો દાખવવા બદલ NSCI એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે.

દર વર્ષે તા. 4 માર્ચના રોજ નેશનલ સેફ્ટી ડે મનાવવામાં આવે છે, અને NSCI કામના સ્થળે સલામતિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસે પરિણામ જાહેર કરે છે. આ વર્ષે તા. 4 માર્ચના રોજ કેડી હોસ્પિટલે આ સન્માન હાંસલ કરનાર ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ બની છે. NSCIએ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા 1996માં સ્થપાયેલ મધ્યસ્થ સંસ્થા છે. NSCIનો ઉદ્દેશ, માર્ગ સલામતી, કામના સ્થળે સલામતિ, માનવ આરોગ્ય સલામતી અને પર્યાવરણ લક્ષી સલામતિ સહિત તમામ પ્રકારની સલામતી માટે લોકોમાં જાગૃતિ ઉભી કરવાનો છે. દર વર્ષે NSCI સર્વિસ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રો માટે સેફ્ટી એવોર્ડની જાહેરાત કરે છે, સર્વિસ સેક્ટરના એવોર્ડઝમાં હોટલ, હોસ્પિટલ અને આઈટી પાર્કસને આવરી લેવાય છે. સેફ્ટી એવોર્ડને સલામતીની પ્રણાલિઓ માટે ભારતનો મોખરાનો એવોર્ડ ગણવામાં આવે છે. આ પ્રકારનું સર્વોચ્ચ બહુમાન હાંસલ કરવા માટે મળેલા વિવિધ પ્રવેશ પત્રોમાંથી ઓનલાઈન અને ઓન સાઈટ ઓડિટ કરીને યોગ્ય પસંદગી કરવામાં આવી હતી. અમદાવાદની કુસુમ ધીરજલાલ હોસ્પિટલનો ભારતની એવી હોસ્પિટલોમાં સમાવેશ થયો છે કે, જેને NSCI સેફ્ટી એવોર્ડ-2021 (સર્વિસ સેક્ટર) હાંસલ થયો છે.


Tags:    

Similar News