અમદાવાદ: લારી-ગલ્લા એસો.નો AMC સામે મોરચો; કહ્યું- આદેશ પાછો નહીં ખેંચે તો કોર્ટમાં જઇશું

અમદાવાદ લારી ગલ્લા એસો મોરચો ખોલી દીધો છે અને આંદોલનના મંડાણ કર્યા છે.

Update: 2021-11-16 09:10 GMT

અમદાવાદ મનપા દ્વારા જાહેર માર્ગ પર ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો ત્યારે એએમસીના નિર્ણય સામે અમદાવાદ લારી ગલ્લા એસો મોરચો ખોલી દીધો છે અને આંદોલનના મંડાણ કર્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પરથી ઈંડા-નોનવેજની લારીએ હટાવવાનો નિર્ણય લીધો છે તો સાથે ધાર્મિક સ્થળો અને કોલેજ સ્કુલ કોમ્યુનિટી હોલ પાસે પણ ઇંડા અને નોનવેજ ન વેચી શકાય તેવો નિર્ણય AMCના ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.

AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નોનવેજ-ઇંડાની લારીથી બાળકો અને લોકોને અસર થાય છે, તેથી જાહેર માર્ગો પરની લારી હટાવવા આદેશ કર્યો છે ત્યારે તેની સામે આજે શહેરના લારી ગલ્લા વાળાઓએ હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઇ પોતાના વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યુ કહ્યું હતું કે, સરકાર જો લારી ગલ્લા વાળાઓ હટાવશે તો બેરોજગારી વધશે. સરકારે વેજ અને નોનવેજ ઝોન બનાવવા જોઈએ જેમાં અમે ભાડું આપવા પણ તૈયાર છીએ. આ નિર્ણયથી શહેરના 1 લાખથી વધુ લારી ગલ્લાવાળાને અસર થશે. જો સરકાર અને એએમસી અમારી વાત નહિ માને તો અમે હાઇકોર્ટમાં જઈને સરકાર સામે મોરચો ખોલીશુ.અમદાવાદ: લારી-ગલ્લા એસો.નો AMC સામે મોરચો; કહ્યું- આદેશ પાછો નહીં ખેંચે તો કોર્ટમાં જઇશું

Tags:    

Similar News