અમદાવાદ: પિરાણા ડમ્પિંગ સાઈટની વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે લીધી મુલાકાત,જુઓ શું કર્યા આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સોલીડ વેસ્ટ વિભાગની નબળી કામગીરીને કારણે પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસના સમગ્ર વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી છે.

Update: 2022-02-28 11:08 GMT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સોલીડ વેસ્ટ વિભાગની નબળી કામગીરીને કારણે પીરાણા ડમ્પિંગ સાઈટની આસપાસના સમગ્ર વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા.

અમદાવાદ પીરાણા ડમ્પ સાઈડ ની આજુ બાજુ દિન પ્રતિ દિન રોગચાળો વધી રહ્યો છે. જેમાં ટીબી જેવી ગંભીર બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગની નબળી કામગીરી કરી રહયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.કચરાનો નિકાલ કરવા માટે 15 એકર જગ્યા ફાળવવામાં આવી હતી અને વર્ષ 2012 માં આ કામ ચાલુ કરવાનું હતું જેમાં કચરાનો નિકાલ કરી તેમાંથી રોજની 1 હજાર ટન વીજળી ઉત્પન્ન કરવાની હતી જ્યાં હજી સુધી એક મશીન લગાવવામાં આવ્યું નથી અને માત્ર લોકોને મૂર્ખ બનાવે છે તેવા આક્ષેપ અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ તેઓએ ભ્રષ્ટાચાર આચારતી કંપનીઓને બ્લેકલીસ્ટ કરવાની માંગ પણ કરી છે

Tags:    

Similar News