અમદાવાદ: Olx પર સોફા વેચવા જતા લેફ્ટનન્ટ કર્નલ સાથે થઈ છેતરપિંડી,વાંચો શું છે મામલો

શહેરના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ આર્મીમાં ફરજ બજાવનાર એક અધિકારી દ્વારા કરવામાં આવી છે.

Update: 2022-03-16 06:19 GMT

અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ આર્મીમાં ફરજ બજાવનાર એક અધિકારી દ્વારા કરવામાં આવી છે. લેફ્ટનન્ટ કર્નલ અમદાવાદમાં હાલ ફરજ ઉપર છે અને જેમની સાથે 3.19 લાખની છેતરપિંડી થઇ છે.

મળતી માહિતી પ્રમાણે અધિકારી આર્મીમાં ફરજ બજાવે છે અને હાલ પરિવાર સાથે રહે છે તેમને પોતાના જુના સોફા 35,000માં વેચવા માટે olx ઉપર ગત 1 માર્ચના રોજ મુક્યા હતા. ત્યારબાદ બીજા દિવસે 2 માર્ચના રોજ તેની ઉપર એક વ્યક્તિ જેનું નામ તેને આકાશ જણાવ્યુ હતુ, તેને જણાવ્યા પ્રમાણે, તે એક વેપારી છે અને તે સોફા ખરીદવા માંગે છે. જેથી ફરિયાદી પણ તેની વાતમાં આવી ગયા અને આરોપીએ સૌથી પેહલા તેમને 24500 રૂપિયા paytm થી આપવા માટે કહ્યુ હતુ.જેથી આરોપીએ એક કોડ મોકલી આપ્યો હતો. જેમાં ફરિયાદી ને સ્કેન કરવા માટે કહેવામાં આવ્યું.

જેથી ફરિયાદીએ સ્કેન કરતા તેમના ખાતામાંથી 24,500 જમા થવાને બદલે કપાઈ ગયા અને જેથી તેમને આરોપીને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. તો આરોપીએ સામેથી કહેવા લાગ્યો કે, ભૂલથી કપાઈ ગયા છે અને ફરિયાદીને ફરી વાર રિફંડ માટે જી આર કોડ મોકલ્યો હતો. આવી રીતે વારંવાર વિશ્વાસમાં લઈને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 3 લાખથી વધુની છેતરપિંડી કરી છે.જે બાદ અધિકારીને ખ્યાલ આવી ગયો કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી તેમને સાયબર ક્રાઈમ નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી છે. મહત્વ નું છે કે, આરોપીએ હાલ મોબાઈલ બંધ કરી દીધેલ છે અને સાયબર ક્રાઈમ આરોપી સુધી પહોંચવા માટે કાર્યવાહી કરી રહી છે. જોકે, આવી ઘટના પહેલીવાર નથી બની અગાઉ પણ આવી ઘટના બની ચુકી છે. જેથી આવા ઠગ થી સાવધાન રહેવાની જરૂર છે.

Tags:    

Similar News