અમદાવાદ: IPLના લાસ્ટ રાઉન્ડની મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ,પોલીસ પણ એક્ષન મોડમાં

અમદાવાદમાં રમાશે IPLની ફાઇનલ મેચ ક્વોલીફાયર મેચનું પણ આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી

Update: 2022-05-26 11:52 GMT

આવતીકાલે IPLની ક્વાર્ટર ફાઇનલ અને ત્યારબાદ IPLની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે ત્યારે આ બન્ને મેચને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

છેલ્લા બે મહિનાથી ચાલનાર ક્રિકેટનો મહાકુંભ આઇપીએલ હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ક્વાર્ટર ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે જેને લઇ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત થયું છે 2022ની સિઝનની ફાઈનલ અને ક્વોલિફાયર મેચ રમાવાની હોવાથી ગ્રાઉન્ડ સ્ટાફ થી લઈ અન્ય સહાયક સ્ટાફ એક્ટિવ મોડમાં આવી ગયો છે.સ્ટેડિયમના ગેટ થી લઇ આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.અમદાવાદ શહેર અને બહારની પોલીસ ફોર્સ મળી લગભગ 10 હજાર જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તહેનાત રહેશે. અમદાવાદ પોલીસના કેહવા મુજબ સ્ટેડિયમ આખું ભરાઈ જાય તેવી સંભાવના છે તેને લઇ શહેર પોલીસ પણ સજ્જ થઇ છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયર લાઈટિંગથી લઈ અન્ય સુવિધાની ચકાસણી હાથ ધરાઈ રહી છે. ફેન્સના મનોરંજન માટે અહીં સાઉન્ડ સિસ્ટમ અને ગેસ્ટ બોક્સના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.2 નિર્ણાયક મેચ માટે પીચનું નિર્માણ શરૂ થઈ ગયું છે. તો બીજી બાજુ સ્ટેન્ડની સીટોના સેનિટાઈઝિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.તો આઈપીએલના બેનરો પણ લાગી ગયા છે

Tags:    

Similar News