અમદાવાદ : મેટ્રોમોનિયલ સાઇટ પર સંપર્ક કરી મહિલાઓ સાથે છેતરપિંડી કરતો નાઈઝિરિયન ઝડપાયો...

શહેરમાં મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા નાઈઝિરિયન નાગરિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-10-13 08:12 GMT

અમદાવાદ શહેરમાં મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનારા નાઈઝિરિયન નાગરિકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Full View

આજકાલ લોકો અનેક રીતે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેવામાં મેટ્રોમોનિયલ સાઇટ દ્વારા પણ હવે લોકોની સાથે ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં મેટ્રોમોનિયલ સાઇટ પર મહિલાઓનો સંપર્ક કરીને એક નાઈઝિરિયને લાખો રૂપિયાની ઠગાઈ કરી છે, ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઇબ્રાહિમ હુસૈન એડમ નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી મૂળ બુરેનો નાઇઝિરિયાનો વતની છે. આરોપી લગ્ન સંબંધિત માહિતી મેળવી મહિલાને ટાર્ગેટ કરતો હતો. તેમાં પોતે અમેરિકામાં પીડિયાટ્રિશ્યન ડોક્ટર હોવાનું જણાવતા હતો. આ સાથે જ તે મૂળ ભારતના ચેન્નાઈનો વતની છે, તેવું કહેતો હતો અને વર્ષોથી અમેરિકા રહેતો હોવાનું જણાવતો હતો. અમદાવાદ સાઇબર ક્રાઇમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં પીઆર અને ડોક્ટર હોવાની ઓળખાણ આપી એક મહિલાને વાતોમાં ફસાવી હતી. વિશ્વાસમાં લીધા બાદ તેણે મહિલાને કહ્યું કે, હું યુએસથી 23 કરોડ રૂપિયા લઈને આવું છુ, અને તેને છોડાવવા માટે એક રકમની જરૂર પડશે ત્યારબાદ ઇમિગ્રેશનના અધિકારીના નામે મહિલાને ડરાવી ધમકાવીને 23.20 લાખ રૂપિયા પડાવ્યા હતા. અંતે કંટાળીને મહિલાએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગ્રેટર નોઇડાથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે છેલ્લા 6 વર્ષથી દિલ્હીમાં રહે છે, અને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે. પોલીસે હાલ આરોપીના 2 મોબાઇલ અને 1 લેપટોપ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, આ રીતે તેણે અનેક મહિલાઓને મેટ્રોમોનિયલ સાઇટ પરથી છેતરી હશે. તેથી પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News