અમદાવાદ : 31 ડિસેમ્બરે નહીં યોજાય કોઈ પાર્ટી, ઉજવણી થશે ફિક્કી...

રાજ્યમાં કોરોના મહામારી અને ઓમીક્રોન વાયરસના પગલે 31 ડિસેમ્બરે અમદાવાદની એક પણ હોટેલ, રેસ્ટોરાં, ક્લબ, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટી નહીં યોજાય.

Update: 2021-12-06 05:58 GMT

રાજ્યમાં કોરોના મહામારી અને ઓમીક્રોન વાયરસના પગલે 31 ડિસેમ્બરે અમદાવાદની એક પણ હોટેલ, રેસ્ટોરાં, ક્લબ, પાર્ટી પ્લોટ કે ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટી નહીં યોજાય. એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે, અને બીજી બાજુ ઓમિક્રોનના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસ એક પણ જગ્યાએ ડાન્સ પાર્ટી માટે મંજૂરી આપશે નહીં. જેથી બીજા વર્ષે પણ યુવા પેઢીને ડાન્સ પાર્ટી વગર જ 31 ડિસેમ્બરની ઉજવણી કરવી પડશે.

કોરોનાના કારણે હાલમાં પણ લગ્ન સહિતના પ્રસંગોમાં માત્ર 400 માણસોને જ મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઓમિક્રોનનો સંભવિત ખતરો પણ છે. જેની ગંભીરતાથી નોંધ લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ પણ સરકારે રદ કર્યો છે, જ્યારે સ્કૂલો પણ ઓફલાઈન બંધ કરીને ઓનલાઈન શરૂ કરવા માગણી કરવામાં આવી છે. જેના કારણે એક પણ ડાન્સ પાર્ટીના આયોજકે હજુ સુધી પોલીસની મંજૂરી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી જ નથી, જ્યારે ડાન્સ પાર્ટી યોજતા આયોજકોનું કહેવું છે કે, હજુ સુધી સરકારે 31મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી યોજવા માટે મંજુરી આપવાની સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. જેના કારણે પોલીસ દ્વારા પણ આ દિશામાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અમદાવાદમાં રાચરડા, બોપલ, એસજી હાઇવે અને શીલજ બાજુ સૌથી વધારે પાર્ટીના આયોજન કરવામાં આવતા હોઈ છે. જેથી હાલ સુધી કોઈને પણ કોઈ મંજૂરી આપવામાં આવી નથી.

Tags:    

Similar News