અમદાવાદ:કોસમોસ વેલી જોવા માટે હવે કશ્મીર જવું નહીં પડે, જુઓ ગુજરાતમાં ક્યાં બન્યુ આકર્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Update: 2023-02-08 07:44 GMT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં નિર્માણ પામેલ કોસમોસ વેલીnu આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Full View

કોસમોસ વેલી જોવા માટે હવે અમદાવાદીઓને કાશ્મીર જવુ નહીં પડે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યુ છે. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં કોસમોસ વેલી તૈયાર કરી છે.કોસ્મોસ વેલી ગાર્ડનના ઉદઘાટન પ્રસંગમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણ સિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે તેમજ AMCના અધિકારીઓ હાજર રહ્યા હતા.કોસ્મોસ વેલી ફ્લાવર ગાર્ડન અમદાવાદનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે. માત્ર કલર અલગ હોય છે. લોકો ફ્લાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે. નાગરિકો માટે આજથી આ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો છે.સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. એક જ જાતના અલગ અલગ કલરના ફૂલોના ફ્લાવર વેલી ગાર્ડનની મજા હવે શહેરીજનો માણી શકશે

Tags:    

Similar News