અમદાવાદ: શ્રવણમાસના પ્રથમ સોમવારે શિવાલયો ગુંજયા હરહર મહાદેવના નાદથી

પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

Update: 2022-08-01 08:16 GMT

પવિત્ર શ્રવણ માસના આજરોજ પ્રથમ સોમવારે અમદાવાદના પ્રાચીન કામેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. ભક્તોએ દેવાધિદેવ મહાદેવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે શ્રવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે રાજ્યના વિવિધ શિવાલયોમાં સવારથીજ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. નારણપૂરા વિસ્તાર માં દેવાધિદેવ મહાદેવનું મંદિર ન હોવાના કારણે સ્થાનિક લોકોએ ફાળો એકત્રિત કરી અહી મંદિરનું નિર્માણ કરાવ્યુ હતું ત્યારથી આ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે.

શ્રધ્ધાળુઓએ મહાદેવને દૂધ જળ બિલીપત્ર અને કાળા તલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિરની અન્ય વિશેષતા એ છે કે ભક્તો ભોળા શંભુને દૂધ અર્પણ કરે છે પરંતુ થોડું દૂધ ગરીબોને પણ આપે છે જેના કારણે ભક્તિ સાથે સમાજ સેવાનો પણ સમન્વય થાય છે.

Tags:    

Similar News