અમદાવાદ: ઓનલાઇન શોપિંગ કરતાં લોકો ચેતી જજો; સાયબર ક્રાઇમે લાખો લોકોના ડેટા લીકના કૌભાંડનો કર્યો પર્દાફાશ

Update: 2021-10-14 07:09 GMT

ઓનલાઇન શોપીંગ કરવા વાળા લોકો ચેતી જજો. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઇન શૉપિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલા બે આરોપીઓ ઓનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓડર બારોબાર મેળવી લેતા હતા.

અમદાવાદ સાયબર ક્રાઇમે ઓનલાઈન શોપિંગનો કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંને આરોપીઓ ઓનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓડૅર બારોબાર મેળવી લેતા હતા. ગૌતમ ઉર્ફે પૃથ્વી બર્ડ અને નિલેશ બાબરીયા બંને છેતરપિંડી કરનાર આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. આમ તો બંને આરોપીએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કરતા હતા. આરોપી flipkart, myntra, brand factory, TATA cliq જેવી બીજી વેબ સાઈટના ગ્રાહકોના ઓનલાઇન ડિલિવરી કરેલ ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા.

પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે, માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં ગ્રાહકોના ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ ઓર્ડર કોઈ ઘર અથવા ફાઈનલ જગ્યા નહિ પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવતા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ 1000થી વધુ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે સાયબર ક્રાઈમે 92 વસ્તુ રિકવર કરી છે.

Tags:    

Similar News