અમદાવાદ: વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

લવલી એન્ટરપ્રાઈજન નામે કાપડની ફર્મ બનાવી કાપડના વેપારીઓ પાસેથી કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-01-19 10:29 GMT

અમદાવાદના કાલુપુરમાં લવલી એન્ટરપ્રાઈજન નામે કાપડની ફર્મ બનાવી કાપડના વેપારીઓ પાસેથી કરોડોની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીની અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં વેપારીઓ સાથે થતી છેતરપીંડીના અનુસંધાને સીટ બનાવી જે તે જિલ્લા પોલીસને છેતરપિંડી કરનાર આરોપીને શોધી નાખવાની પોલીસને સૂચના આપવામાં આવી હતી. તે અંતર્ગત અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખાને ફરિયાદ મળી હતી કે શહેરમાં કાપડનું ફર્મ બનાવી અલગ અલગ વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનું કાપડ ખરીદવામાં આવ્યું હતું. ઉપરાંત આરોપીઓએ અન્ય વેપારીઓને પણ વિશ્વાસ લઈને કરોડો રૂપિયાનું કાપડ ખરીદીને પૈસા ન આપતાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે સર્વેલન્સ હાથ ધરી અને ટેકનિકલ એનાલિસિસ કરી મૂળ ભાવનગરના આરોપી વિનુ વનરા, નિકુલ વનરા અને સની વનરાની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં 4 કરોડથી ઉપરનું કાપડ ખરીદી બે કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પણ બાકીના રૂપિયા ન ચૂકવતા અને રૂપિયા આપવા માટે અનેક વાયદાઓ કરતાં પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News