રખડતાં ઢોર મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર લાલઘુમ, આકરા પગલાં લેવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું...

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, 'જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.

Update: 2022-08-26 09:10 GMT

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે, ત્યારે હાઈકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત-દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત 3 દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ આપ્યો છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશ્નરે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું પ્રસિદ્ધ કરતા જણાવ્યું છે કે, 'જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડો.' તદુપરાંત રખડતી ગાયોને પકડવામાં મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ACPને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવાશે. પ્રસિદ્ધ કરેલા આ દેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે તા. 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઈ છે, જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે AMC પર આકરું વલણ દર્શાવી રખડતાં ઢોર મામલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે, અને રાત દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત 3 દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ પણ આપ્યો છે. સાથે ટાંક્યું હતું કે, ઢોરના કારણે કેટલા અકસ્માત થયા કેમ FIR નથી? સર્વે કરીશું તો દર 10 પગલાએ ઢોર જોવા મળશે, રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાની શરૂ કરવાનો પણ હાઈ કોર્ટ નિર્દેશ કર્યો હતો.

Tags:    

Similar News