અમદાવાદ : થેલેસેમીયાના દર્દીઓ માટે પોલીસ આવી મેદાનમાં, દર્દીઓને નહિ વર્તાવા દે લોહીની અછત

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું.

Update: 2021-12-05 12:29 GMT

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓએ રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. થેલેસેમિયાની બિમારીથી પીડાતા દર્દીઓને સૌથી વધારે રકતની જરૂર પડતી હોય છે ત્યારે વિવિધ પોલીસ સ્ટેશનોમાં રકતદાન શિબિર યોજી રકત એકત્ર કરી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવે છે. ખોખરાના પોલીસ સ્ટેશન ખાતે રકતદાન શિબિર યોજવામાં આવી હતી. ઝોન 5ના ડીસીપી અચલ ત્યાગી સહિત મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કર્યું હતું.

Tags:    

Similar News