અમદાવાદ: પ્રતિબંધિત કફ સીરપ વહેંચતા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

પ્રતિબંધિત કફ સીરપ વહેંચતા આરોપીઓ સકંજામાં કોડીન ફોસ્ફેટની કફ સીરપ વહેંચવા પર છે પાબંધી

Update: 2021-12-03 06:39 GMT

અમદાવાદ SOGએ કોડીન ફોસ્ફેટ કન્ટેન ધરાવતી કફ સીરપ જે વહેંચવા પર પાબંધી છે તે દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 298 કફ સીરપ મળી કુલ એક લાખના આસપાસની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. આરોપી આરીફ સૈયદ, ઈરફાન મીર અને સલીમ મીરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓને નારોલ કોઝી હોટલ પાસેથી રિક્ષામાં જથ્થો લઈને જતા ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીઓને NDPS એક્ટ મુજબ તેમને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ આ દવા ડોક્ટરના ડિસ્ક્રિપ્શન વગર વહેચતા હતા. ત્યારે કેટલાક સમયથી આ દવા વહેંચવાનું કામ કરતા હતા અગાઉ કેટલો જથ્થો વહેચ્યો છે. આ જથ્થો આગળ કોની જોડેથી લેતો હતો તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે, છેલ્લા કેટલાક સમયથી ડ્ર્ગ્સ માફિયાઓ પર શિકંજો કસાતા હવે પ્રતિબંધિત કફ સીરપ અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યું છે.

Tags:    

Similar News