અમદાવાદ : રૂ. 2 હજારની નોટના બદલામાં રૂ. 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ આપવાના ષડયંત્રનો પર્દાફાશ..!

Update: 2023-05-29 12:53 GMT

અમદાવાદ શહેરમાં આગામી રથયાત્રા અનુસંધાને ગુનાહીત પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમોને શોધી કાઢવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સુચનાના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. વી.આર.ગોહિલની ટીમ સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને બાતમીના આધારે મોહન ગવન્ડર, દિનેશ રાજપુત અને રઘુનાથ માસ્ટર નામના આરોપીઓને નરોડા પાટીયા નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રૂપિયા 500ના દરની બનાવટી ચલણી નોટ નંગ 1570 જેની ભારતીય ચલણ મુજબ કિંમત 7.85 લાખ તથા 3 નંગ મોબાઈલ ફોન અને 2 વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં ત્રણેય ઇસમો રૂપિયા 2 હજારની અસલ નોટના બદલામાં રૂપિયા 500ના દરની ડુપ્લીકેટ નોટો આપવાની ફીરાકમાં હોવાનું અને તે માટે કોઇપણ ગ્રાહક મળે તેની શોધમાં હોવાની કબુલાત કરી હતી.

Tags:    

Similar News