અમદાવાદ : વડોદરા તરફથી આવતાં વાહનો પર કરાયો પથ્થરમારો, આણંદ નજીક બનેલી ઘટના

દિવાળીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે વડોદરા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર બનેલી એક ઘટનાથી વાહનચાલકોમાં ભય ફેલાયો છે.

Update: 2021-11-03 08:39 GMT

દિવાળીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે વડોદરા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર બનેલી એક ઘટનાથી વાહનચાલકોમાં ભય ફેલાયો છે.


Full View

અમદાવાદ અને વડોદરાને જોડતાં એકસપ્રેસ હાઇવે પર સામરખા પાસે મંગળવાર રાત્રીના સમયે અજાણ્યા ઈસમોએ વડોદરા તરફથી આવી રહેલાં વાહનો પર પથ્થરમારો કર્યો હતો. અચાનક બનેલી ઘટનાના પગલે વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. વાહન ચાલકોએ તેમની સાથે બનેલી ઘટના અંગે નેશનલ હાઇવે ઓથોરીટીને જાણ કરી હતી. બનાવ બાદ ખેડા અને આણંદ પોલીસ પણ એકશનમાં આવી હતી અને એકસપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સામરખા પાસે પાંચથી વધુ વાહનો રોડ સાઈડ પાર્ક કરેલી હાલતમાં હતાં તથા કેટલાંક વાહનોના કાચ તૂટ્યા હતા. આ પ્રકારનું કૃત્ય દિવાળી સમયમાં લોકોને લૂંટવાના ઇરાદે કરાતું હોય છે. પરંતુ કોઈ ને લૂંટવામાં આવ્યા હોય તેવો કોઈ ફરિયાદ હજી સુધી મળી નથી. ત્યારે ખરેખર આ પ્રકારે પથ્થરમારો કરવા પાછળ કારણ શું તે બાબતે પોલીસ તપાસ શરુ કરી છે.

Tags:    

Similar News