અમદાવાદ: સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું કાર્ય પુરજોશમાં,શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ લીધી મુલાકાત

અમદાવાદમાં નિર્માણ પામી રહેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની બિલ્ડીંગની શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી

Update: 2022-02-24 06:22 GMT

અમદાવાદમાં નિર્માણ પામી રહેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબની બિલ્ડીંગની શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી

અમદાવાદમાં રૂ.૬૨ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબનું બિલ્ડીંગ અંદાજે દોઢ લાખ સ્કેવર ફીટમાં તૈયાર થવા જઈ રહ્યું છે.જેની સ્થળ મુલાકાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લીધી હતી અને અધિકારીઓ સાથે એક રીવ્યુ બેઠક પણ કરી હતી.આ આઇટી બિલ્ડીંગમાં ભવિષ્યમાં ૫૦૦ સ્ટાર્ટ અપ બેસીને કામ કરીને લાભ તેનો લઈ શકશે તથા પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુજબ કોઈપણ વિધાર્થી / સ્ટાર્ટ અપ માત્ર પોતાનું લેપટોપ લઈને આવીને બેસીને કામ કરી શકશે એવી ઉત્તમ સુવિધા ઉપલબ્ધ બનશે. અને તમામ માટે ફ્રી ઓફ કોસ્ટ ફેસિલીટી મળવાપાત્ર થશે.I Hub સેન્ટરમાં સેમિનાર હોલ, કો વર્કિંગ સ્પેસ, મીટીંગ રૂમ, મેન્ટર ગેરેઝ, રિક્રિએશનલ એકટીવીટીઝ માટે જીમ, ટેબલ ટેનિસ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓગષ્ટ ૨૦૨૨ સુધીમાં આ સેન્ટર કાર્યરત કરવાનું આયોજન છે.મંત્રી એ હાલ કાર્યરત i-Hub ની મુલાકાત લઈને સ્ટાર્ટ અપ સાથે વાત કરી હતી.અમદાવાદ ખાતે બની રહેલ આ આઇટી બિલ્ડીંગ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજી બિલ્ડીંગ બનશે અને આઈટી સેકટરમાં કારકિર્દી બનાવવા માંગતા સ્ટુડન્ટ માટે ઉપયોગી પુરવાર થશે.

Tags:    

Similar News