અમદાવાદ: ઈશનપૂર વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ તંત્રની ટીમે પરત ફરવુ પડ્યુ, જુઓ શું છે કારણ

અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી.

Update: 2023-02-17 12:03 GMT

અમદાવાદ શહેરમાં ફરી એકવાર દબાણ હટાવવા મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મહાનગર પાલિકાની ટીમે ડિમોલિશન વગર જ પરત ફરવુ પડ્યું હતું અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં આવેલા સરકારી તળાવ અને સ્મશાન ગૃહની જગ્યામાં થયેલા દબાણોને દૂર કરવા માટે આજે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકોએ આ દબાણો દૂર કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.સ્થાનિક લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આ કામગીરી રોકવા માટે વિરોધ કર્યો હતો.અમદાવાદ ઇસનપુર સરકારી તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે આજે સવારે એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી હતી.

Full View

જે પણ દબાણ કરવામાં આવ્યું છે તે લોકોને નોટિસ આપી છે. જગ્યા ખાલી કરી અને જાતે તોડવા માટે જણાવ્યું હતું. તોડવા માટે જો કોર્પોરેશનની જરૂર પડે તો પણ તો તેમને જાણ કરી હતી.બ્રિજ પાસે ટ્રાફિકની સમસ્યા થાય છે તેના કારણે રોડ ખોલવો પડે તેમ છે.રોડ કપાતમાં માત્ર દુકાનો આવે છે તેને હાલ પૂરતી તોડવાની વાત છે.સરકારી જગ્યામાં રહેણાંક મકાનના દબાણો છે તે તોડવાનો કોઈ નિર્ણય લેવાયો નથી.

Tags:    

Similar News