અમદાવાદ: ટીકટોક ગર્લ કિર્તિ પટેલની પોલીસે કરી અટકાયત, પોલીસ સ્ટેશનમાં પણ જોવા મળી બિન્દાસ્ત અંદાજમાં

વસ્ત્રાપુર પોલીસની ગીરફતમાં દેખાતી આ યુવતીની હરકતે એને એટલી બદનામ કરી નાખી છે કે તેને હવે ઓળખની જરૂર નથી..

Update: 2022-05-03 12:57 GMT

વસ્ત્રાપુર પોલીસની ગીરફતમાં દેખાતી આ યુવતીની હરકતે એને એટલી બદનામ કરી નાખી છે કે તેને હવે ઓળખની જરૂર નથી..મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હંમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનારી કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે...બે મહિના અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં પણ કિર્તિનો બિન્દાસ્ત અંદાજ જોવા મળ્યો હતો ત્યારે આવો જોઈએ કિર્તિ મીડિયાના સવાલોના જવાબ કઈ રીતે આપી રહી છે.

ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરીયાદી મહિલાને વારંવાર સેટેલાઈટ પોલીસ મથકના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી છે॰ આરોપી કીર્તિ પટેલ સામે અગાઉ સુરતમાં હત્યાનો પ્રયાસ સહિત અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયા હતા જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતી જામીન પર છુટેલી કીર્તિ પટેલ કાયદાને ખિસ્સામાં રાખીને બેફામ વાણી વિલાસ કરતી રહે છે

Tags:    

Similar News