અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઇન્ડેક્ષ 200થી વધારે નોંધાયો

દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

Update: 2023-02-20 10:02 GMT

દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી બાદ રાજ્યના મોટા મહાનગર અમદાવાદમાં પણ હવા પ્રદૂષિત બની છે.

Full View

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રદૂષિત હવા નોંધાઈ છે ત્યારે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પ્રદૂષિત હવા પ્રદૂષણનો આંક સતત વધી રહ્યો છે. આમ શહેરમાં વધતું જતું પ્રદૂષણ એક ચિંતાનો વિષય બની ગયો છે.દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણ વકર્યું છે.પીરાણા, રાયખડ શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સમાવેશ થાય છે.પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે જેનો મતલબ એ થાય કે હવામાં હાનિકારક કણોનું પ્રમાણ વધી રહ્યું છે.અમદાવાદના લોકો શ્વાસમાં હાનિકારક હવા લઇ રહ્યા છે.અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણની મોનીટરીંગ સિસ્ટમ લગાડવામાં આવી છે.જેમાં શહેરના વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે.દિલ્હી શહેર બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે.

Tags:    

Similar News