અમદાવાદ એરપોર્ટ પર સુરતના યુવાન નકલી કસ્ટમ અધિકારીના હાથે લુંટાયો

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના યુવાન સાથે લૂંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

Update: 2022-05-26 07:30 GMT

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા સુરતના યુવાન સાથે લૂંટની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતના યુવાન પાસેથી નકલી કસ્ટમ અધિકારી બની આ લૂંટત ચલાવવામાં આવી હતી

સુરતના હેપી હોમ એપાર્ટમેન્ટમાં આસીફ શેખ (ઉ. 34) પરિવાર સાથે રહે છે. તેઓ ગત 20 તારીખે દુબઈ ફરવા માટે ગયા હતા અને બાદમાં બુધવારે વહેલી સવારે સ્પાઇસ જેટ ફ્લાઈટ મારફતે દુબઈ થી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-2 પર આસીફ ઉતર્યા હતા. એરપોર્ટમાંથી બહાર નીકળી કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે ઓટો રિક્ષા શોધતા હતા. આ દરમિયાન બે અજાણ્યા શખ્સો આસીફ શેખ પાસે આવ્યા હતા. બંને શખ્સો પોતાની ઓળખ કસ્ટમ વિભાગ અધિકારી તરીકે આપી હતી. આ બંને અધિકારીએ કહ્યું કે, તમે દુબઈથી ગોલ્ડ લઈને આવ્યા છો. જેથી તમારુ ચેકિંગ કરવું પડશે.

આમ જણાવી આસીફ શેખને ટોઈલેટમાં લઈ ગયા હતા.બાદમાં આસીફ શેખ નો સામાન તથા શરીર પરના કપડાનું ચેકીંગ કરી હતી. આમ આસીફ પાસેથી કંઇ વાંધાજનક મળ્યું ન હતુ જેથી તેની સાથે મારા મારી કરી હતી. ધમકી આપી તેની પાસે જેટલો સામાન ની માંગણી કરી હતી. તેનો મોબાઇલ ફોન, ભારતીય પાસપોર્ટ, 5 હજાર રોકડ સહિત મત્તા લઇને ભાગી ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રુમને જાણ થતાં પોલીસ એરપોર્ટ પહોંચી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News